પોસ્ટ્સ

મેગી મસાલા ટિક્કી

મેગી  મેગી મસાલા ટિક્કી    સામગ્રી:- ૧ પેકેટ મેગી ૨ બાફેલા બટાકા  ૧ ઝીણી સમારેલી ડુંગળી  ૨-૩ બ્રેડની સ્લાઈસ ની કિનાર ૫ ચમચી તેલ ૩ ચમચી આદુ - લસણની પેસ્ટ ૧ ચમચી ચાટ મસાલો સમારેલા લીલાં ધાણા સ્વાદ પ્રમાણે મીઠું બનાવવાની રીત:-   સ્ટેપ ૧: સૌ પ્રથમ મેગીને ઉકાળી લો. સ્ટેપ ૨: એક બાઉલમાં બાફેલા બટાકા લો. તેમાં મેગી અને બ્રેડની કિનાર નાખી ને મિક્ષ કરી લો. સ્ટેપ ૩: ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલ ડુંગળી, મીઠું,આદુ-લસણ ની પેસ્ટ, ચાટ મસાલો, સમારેલા લીલાં ધાણા નાખો. સ્ટેપ ૪: આ મિશ્રણનો ગોળો બનાવીને ટિક્કી બનાવો. સ્ટેપ ૫: ટિક્કી ને નોનસ્ટિક પર ફ્રાય કરો અથવા ઓવન મા બેક થવા મૂકો. સ્ટેપ ૬: ટિક્કી બંને બાજુથી બેક થઈ ગયેલી લાગે ત્યારે ડીસ મા સર્વ કરો. આ મેગી મસાલા ટિક્કી ફરસાણ તરીકે, ડિનર મા કે નાસ્તા તરીકે ગ્રીન ચટણી કે ટોમોટો સૂપ સાથે સર્વ કરી શકો સો. આ રીતે અનુસાર મેગી મસાલા ટિક્કી તૈયાર થઈ ગઈ સે હવે મિત્રો ફેમિલી સાથે મેગી મસાલા ટિક્કી નો સ્વાદ અનુભવો.....
તાજેતરની પોસ્ટ્સ